મોરબી: મોરબી જિલ્લા અને ઉપરવાસમાં પણ ગતરાત્રીથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસના વરસાદને પગલે માટેલિયો ધરો ઓવરફલો થયો છે અને માટેલિયો ઘરો બે કાંઠે વહેવા લાગ્યો છે.
ઉપરવાસમક ભારે વરસાદને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ગામે આવેલ માટેલિયો ધરી ઓવરફલો થઈ ગયો છે. વાંકાનેર તાલુકાના માટેલ ગામે ધરો ઓવરફ્લો થતા જળબંબાકાર થયો હતો. ઉપરવાસમાં આવેલ વરસાદને કારણે ધરો ઓવરફલો થયો છે. જોકે વાંકાનેર તાલુકામાં ગઇકાલથી નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. તેમજ ગઇકાલે મોડી રાત્રે મોરબી શહેરમાં પણ 4.75ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.