Saturday, December 28, 2024
HomeGujaratમહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ

મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ

G C E R T – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન – રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા તા. ૪/૨/૨૦૨૨ના રોજ ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન યોજવામાં આવેલ હતુ.

- Advertisement -
- Advertisement -

આ પ્રદર્શનમાં ટંકારા તાલુકાની અનુદાનિત અને સ્વનિર્ભર ૨૬ શાળા માંથી ૨૦ શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં કૂલ ૨૩ કૃતીઓ રજૂ થઇ હતી. આ ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા. હાલની કોવિડ -19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઓનલાઇન માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ.

આ ગણિત – વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મૂલ્યાંકન કાર તરીકે વાંકાનેર તાલુકાના વિજ્ઞાન શિક્ષક ઓ, ભરતભાઇ ગોપાણી, કે.કે.પટેલ, સચિનભાઈ કામદાર દ્વારા પારદર્શી અને નિષ્પક્ષ રીતે સેવા આપવામાં આવી હતી. તમામ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષક ઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલના સંયોજક આર.પી.મેરજા, સહ સંયોજક દિલીપભાઈ બારૈયા, અને ડી ઇ ઓ કચેરીના A.E.I. બાદી, યજમાન શાળાના સંચાલક અને વિજ્ઞાન મેળાના કન્વીનર વિજયભાઈ ભાડજા, આચાર્ય સંઘના પ્રમુખ સરસાવાડિયા, ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળાના પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી. આયોજનમાં હરેશભાઇ ભાલોડિયા, પ્રશાંતભાઈ બારૈયા, રવિભાઈ ઉઘરેજા અને કાર્તિકભાઈ બારૈયાએ ટેક્નિકલ સહયોગ આપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!