મોરબીના રામઘન આશ્રમ ખાતે કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોથી લઇ વૃદ્ધ મહિલાઓ સુધી માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુકેશ ભગતનાં જણાવ્યા અનુસાર, કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મોરબી દ્વારા રામધન આશ્રમ ખાતે માતૃવંદના કાર્યક્રમ તેમજ 5 વર્ષનાં બાળકોથી લઈને 65 વર્ષનાં બહેનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહંત ભાવેશ્વરી માં ના હસ્તે દીપ પ્રાગટ્ય, પરિચય પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ બહેનો દ્વારા જ સંચાલિત અને બહેનો માટે જ આ કાર્યક્રમ સરસ રીતે મહાપ્રસાદ સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા મંડળના હોદ્દેદારો ગૌરીબેન નાકરાણી, રેવાબેન નાકરાણી, રશ્મિબેન પોકાર, પુષ્પાબેન ડાયાણી,નેહાબેન ભગત, વર્ષાબેન નાકરાણી સહીતના અનેક બહેનોએ જહેમત ઉઠાવી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.