જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એટલે તેને લઈને ઠેર ઠેર કાર્યક્રમોની તૈયારીઓ પણ શરૂ થઈ છે. ત્યારે શ્રી રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા પણ જૂના દેવળીયા રામજીમંદિર ખાતે મટુકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રાધેકૃષ્ણ ગ્રુપના જણાવ્યા અનુસાર, આપણા ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જનમાષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ (જૂના દેવળીયા) સમસ્ત ગામ તેમજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી રાધેકૃષ્ણ મંડળ દ્વારા જનમાષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા મટુકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે 8 કલાકથી રાસ ગરબાની રમઝટ રામજી મંદિર ખાતે રાખેલ છે અને રાત્રે 12:00 કલાકે મટુકી ફોડ તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી પ્રસાદ અને મહાઆરતી જેવા કાર્યક્રમ કરી પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામના લોકોને ઉપસ્થિત રહેવા શ્રી રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.