લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે. આગામી ૭ મેનાં રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે.
રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકાર લોકસભાની સામાન્ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની ૨૬-વિજાપુર, ૧૦૮ ખંભાત, ૧૩૬-વાધોડીયા, ૮૫- – માણાવદર અને ૮૩ પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે, મંગળવાર તારીખ ૦૭મી મે, ૨૦૨૪ / ૧૭, વૈશાખ, ૧૯૪૬ના દિવસે ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરે છે. સને ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને ૧૯૯૬ના લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫-બી(૩) અનુસાર નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(બી)(૧) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. તેમ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું છે.