Thursday, November 14, 2024
HomeGujaratઆગામી તા ૨૮ થી ૩૦ જુલાઈ સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ દિવસ મેધ મહેર:વેધરમેન...

આગામી તા ૨૮ થી ૩૦ જુલાઈ સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ દિવસ મેધ મહેર:વેધરમેન અંકિત પટેલની આગાહી

આગામી ૨૮ થી ૩૦ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. અપર એર સર્કયુલરના ટ્રેક તેમજ મોનસૂન ટ્રફની સ્થિતિવાળા વિસ્તારમાં અતિભારે વરસાદ પડશે તેમ ગુજરાત વેધરમેન અંકિત પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં તા. ૨૮ થી ૩૦ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી વેધરમેન અંકિત પટેલ જણાવ્યું છે કે ઉત્તર ઓડિશા અને સંલગ્ન વિસ્તારો પર લો પ્રેશર રહેલું છે , જેને સંલગ્ન UAC દરિયાઈ લેવલની સાપેક્ષે 5.8 થી 7.6 km ઊંચાઈ વચ્ચે રહેલું છે. જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં ઝૂકેલું છે. શેર ઝોન લગભગ 18 ડિગ્રી ઉત્તર આસપાસ દરિયાઈ લેવલની સાપેક્ષે 5.8 થી 7.6 km ઊંચાઈ વચ્ચે રહેલ છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલ છે. ઓફ શોર ટ્રફ દરિયાઈ લેવલ પર દક્ષિણ ગુજરાત કાંઠા થી ઉત્તર કર્ણાટક કાંઠા સુધી સક્રિય છે. વિશ્લેષણ અને અનુમાન જોતા મોનસૂન ટ્રફ આગામી 2 દિવસ (28,29 જુલાઈ) તેની સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં રહેશે, મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના ભાગો આસપાસ રહેશે. લો પ્રેશર ને સંલગ્ન UAC પશ્ચિમ -ઉત્તરપશ્ચિમ/ લગભગ પશ્ચિમ તરફ આગળ વધશે અને તા 28,29,30 જુલાઈ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર,કચ્છ અને અરબ સાગરના ભાગો પર છવાશે. શેર ઝોન જે હાલમાં 18 ડિગ્રી ઉત્તર આસપાસ છે તે ઉત્તર તરફ સરકીને 28,29 જુલાઈ દરમિયાન 20-22 ડિગ્રી ઉત્તર આસપાસ રહેશે. ત્યારે સમગ્ર પરિબળને જોતા આગામી 2-3 દિવસ (ખાસ કરીને 28,29 જુલાઈ) દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, ભારેથી અતિભારે વરસાદ વાળા વિસ્તારોમાં વરસાદની માત્રા 125 મિમિ કે તેથી વધુ રહી શકે છે. એકાદ -બે સ્થળો એ અંત્યત ભારે વરસાદ પડી શકે છે, અત્યંત ભારે વરસાદ વાળા વિસ્તારોમાં વરસાદની માત્રા 200 મિમિ કે તેથી થી વધુ રહી શકે છે. ભારે થી અતિભારે વરસાદ વાળા વિસ્તારોનો આધાર UAC ના ટ્રેક તેમજ મોનસૂન ટ્રફની સ્થિતિ પર રહેલો છે. વૈશ્વિક મોડેલોના હાલના અનુમાન પ્રમાણે આગમી 72 કલાકો/2-3 દિવસો દરમિયાન, પૂર્વ મધ્ય ગુજરાત સંલગ્ન( દક્ષિણ અને ઉત્તર )ગુજરાતના વિસ્તારો, ઉત્તર -પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ સંલગ્ન કચ્છના વિસ્તારોમાંના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. તેવી આગાહી પણ વેધરમેન અંકિત પટેલ દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!