મોરબી જિલ્લા પોલીસ દ્વારા સર્વ રોગ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે લાભ લીધો હતો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના તેમજ ડીવાયએસપી પી. એ. ઝાલા તેમજ ડીવાયએસપી પી.એસ. ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ ગઇકાલે સવારે ૯:૦૦ વાગ્યાથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા સર્વ રોગ નિદાન અંગેના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તાલુકા પોલીસ લાઇનમા આવેલ આંગણવાડી ખાતે કરવામાં આવેલ હતુ. જેમાં રાજકોટના ખુબ જ ખ્યાત નામ ડોક્ટરની ટીમ જેમાં ઓર્થોપેડીક, ડેન્ટલ, બાળકોના તેમજ સ્ત્રી રોગના તેમજ ચામડીના તેમજ અન્ય મળી કુલ ૧૨ ડોક્ટરોની ટીમ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહયા અને તેમનો મોરબી જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે આ કેમ્પમા હાજર રહી તેનો વધુમા વધુ લાભ લીધેલ હતો.