વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ‘સેવા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં “સ્વસ્થ નારી સશક્ત પરીવાર” અભિયાન આવ્યું છે.જેને લઈ આજ રોજ મોરબી સબ જેલ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીની ૭૫ મી વર્ષ ગાંઠ નિમીતે “સ્વસ્થ નારી સશક્ત પરીવાર” અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં સઘન આરોગ્ય ચકાસણી કાર્યક્ર્મ વિના મુલ્યે ચલાવવામાં આવી રહ્યું છે, જે સંદર્ભે ડીજીપી જેલ ડૉ. કે.એલ.એન. રાવ તેમજ આઈ.જી.પી. અશ્વિન ચૌહાણની સુચના અને માર્ગદર્શનથી મોરબી સબ જેલ ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ તેમજ જેલમાં રહેલ આરોપીઓનું સિવિલ હોસ્પીટલ મોરબીના સહયોગથી વિવિધ રોગોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા આજે તા.૩૦/૦૯/૨૦૨૫ના રોજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં તજજ્ઞો દ્વારા જરૂરીયાતમંદોને ચકાસી સારવાર કરી દવાઓ આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં કુલ ૧૦૯ અધિકારી/કર્મચારીઓ તેમજ બંદીવાનોએ લાભ લીધો હતો. કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયેલ હતો. જેલ અધિક્ષક એચ. એ. બાબરીયા દ્વારા કેમ્પમાં ઉપસ્થિત રહેલ વિવિધ રોગોના તજજ્ઞોનો પુષ્પ અર્પણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.