Sunday, May 19, 2024
HomeGujaratનિરામય ગુજરાત કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લા ના તમામ પોલીસ કર્મચારી અને પોલીસ...

નિરામય ગુજરાત કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લા ના તમામ પોલીસ કર્મચારી અને પોલીસ પરિવાર નું મેડિકલ ચેકઅપ કરાયું

મોરબીમાં નિરામય ગુજરાત કાર્યક્રમ હેઠળ મોરબી જીલ્લાના તમામ પોલીસકર્મીઓ નું આરોગ્ય ચેક અપ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટા ભાગના કર્મચારીઓને માનસિક તણાવ અને બ્લડપ્રેસર તમેજ ડાયાબિટીસના દર્દીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આરોગ્ય વિભાગ અને મોરબી એસપી સુબોધ ઓડેદરા તમેજ ડીવાયએસપી રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી જીલ્લાના જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓ અને તેના પરિવાર જનોનું હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ હેલ્થ ચેકઅપ માં જુદા જુદા ફિલ્ડના ડોકટરો હાજર રહ્યા હતા જેમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન,એમડી,ઓર્થોપેડિક, એમબીબીએસ, બીડીએસ કક્ષાના ડોકટરોની ટિમ દ્વારા 300 જેટલા પોલીસકર્મીઓ અને તેના પરિવાર જનોનું હેલ્થ ચેક અપ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ મેગા હેલ્થ મેડીકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન મોટા ભાગના પોલીસકર્મીઓ કોરોનાકાળમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ હતાં જેના ભાગ રૂપે ઘણા પોલીસકર્મીઓ મેડિકલ ચેક અપથી અલિપ્ત રહી ગયા હતા ત્યારે આજે નિરામય કાર્યક્રમ અંતર્ગત આ મેડિકલ કેમ્પમાં પોલીસકર્મચારીઓ માનસીક તણાવ ,હાઈ બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ તેમજ એસીડીટી, અને ગેસની તકલીફ થી પીડાતાં હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!