મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ૩૩ વર્ષીય અંબારામભાઈ રતનભાઈ વસુણી નામનો યુવક રાત્રીના જમીને પોતાના ઘેર હોય ત્યારે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક કોઈ કારણોસર બેશુદ્ધ હાલતમાં ઢળી પડતા યુવકના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ત્યારે પરિવારજનો દ્વારા મૃતક અંબારામભાઈના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલના લાવતા હાજર મેડિકલ ઓફિસર દ્વારા પોલીસમાં જાણ કરતા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.