તારીખ ૨૬/૧૦/૨૦૨૦ ના રોજ હળવદ આઇ.સી.ડી.એસ દ્વારા હળવદ તાલુકા ના રણ વિસ્તારમાં બાળકો માટે રણ આંગણવાડીઓ ના આયોજન માટેની મિટિંગ રાખવામાં આવી હતી.આ મિટિંગ મા “અગરીયા હિત રક્ષક મંચ”ના મોરબી જિલ્લા કોડિનેટર શ્રી મારુતસિંહ તથા આઇ.સી.ડી.એસ ના cdpo મમતા બેન આંગણવાડી સુપરવાઈઝર બહેનો આંગણવાડી વર્કર બહેનો એ હાજરી આપી.
આ મિટિંગ મા આંગણવાડી બહેનો ને હળવદ તાલુકા ના રણ વિસ્તારમાં અગરીયા ના બાળકો નો સર્વે કરિને cdpo શ્રીમતિ મમતા બેનને આપવાનો અને તેની દરખાસ્ત તૈયાર કરી ને મોકલાવી રણમાં જુદા જુદા વિસ્તારમાં આંગણવાડી ના લાભાર્થી રહિ નાજાય તેના વિશે ચર્ચા કરવામા આવી મિટિંગ દરમિયાન cdpo શ્રીએ જણાવ્યું કે સર્વે મા ખાસ અગરીયા બાળકો સગર્ભા બહેનો કિશોરીઓ અને માતાઓનો પણ સર્વે કરવો જેથી રણમાં કોઈ પણ સ્થળાંતરીત લાભાર્થી આંગણવાડી ના લાભ થી રહિ ના જાય તે જોવુ અને આંગણવાડી વર્કર બહેનો ને જણાવ્યું કે રણ વિસ્તારો નો સર્વે એક અઠવાડિયા મા પુરો કરવાનુ સુચન કર્યું.