Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવા નગરપાલિકાના ગ્રાઉન્ડની ફાળવણી મુદ્દે બેઠક યોજાઇ:જીતુ સોમાણી...

વાંકાનેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવા નગરપાલિકાના ગ્રાઉન્ડની ફાળવણી મુદ્દે બેઠક યોજાઇ:જીતુ સોમાણી ગેરહાજર

વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થતા હાલમાં વિવાદ ચરમસીમા પહોંચી ગયો છે તહેવારોની ઉજવણી હોય કે અન્ય સભા હોય વિવાદ વગર આયોજન શક્ય નથી બની રહ્યું.

- Advertisement -
- Advertisement -

આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી નો તહેવાર આવી રહ્યો છે સમગ્ર દેશમાં લોકો ગણેશ મહોત્સવ ની ઉજવણી કરે છે તયારે વાંકાનેર માં પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવની દરવર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં આ ઉજવણી કરવા માટે વાંકાનેર નગરપાલિકા નું આરએસએસ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માટે અલગ અલગ ત્રણ સંસ્થાઓ દ્વારા નગરપાલિકા ને અરજી કરવામાં આવી હતી જેમાં કોઈ વાદ વિવાદ ન થાય તે માટે વાંકાનેર નગરપાલિકા વહીવટદાર અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ત્રણે સંસ્થાઓના આગેવાનોને બોલાવીને સંયુક્ત આયોજન થાય તેવા હેતુથી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અલગ અલગ સંસ્થાઓ ના અગ્રણીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાં મેહુલભાઈ ઠાકરાણી અને અન્ય એક દીવાનપરા ગરબી મંડળ ના મનોહરસિંહ ઝાલા હાજર રહ્યા હતા અને ગ્રાઉન્ડની માંગણી મુકનાર ત્રીજી સંસ્થાના જીતુભાઇ સોમાણી હાજર રહ્યા ન હતા તેમની જગ્યાએ રાજેન્દ્રસિંહ ઝાલા,યોગેન્દ્રસિંહ ઝાલા,અશ્વિનભાઈ જોબનપુત્રા અને મેરુભાઈ સરૈયા હાજર રહ્યા હતા.

આ બેઠકમાં બે સંસ્થાના લોકોએ સંયુક્ત આયોજન કરવાની સહમતી આપી હતી પરન્તુ ત્રીજી સંસ્થાના જીતુભાઇ સોમાણી તરફથી હાજર લોકોએ જીતુભાઇ ને પૂછીને પછી નિર્ણય જણાવવાનું કહ્યું હતું જેથી વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર તેમજ ચીફ ઓફિસર દ્વારા જીતુભાઇના નિર્ણયની ચાર વાગ્યા સુધી રાહ જોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે બાદમાં આગળની ચર્ચા કરવામાં આવશે એવું વાંકાનેર નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!