Thursday, December 5, 2024
HomeGujaratમોરબીમાં રેન્જ આઇજી,એસપી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બેઠક:ઉદ્યોગકારો,આગેવાનો અને અરજદારોની સમસ્યાઓ સાંભળી યોગ્ય...

મોરબીમાં રેન્જ આઇજી,એસપી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બેઠક:ઉદ્યોગકારો,આગેવાનો અને અરજદારોની સમસ્યાઓ સાંભળી યોગ્ય નિકાલ કરવા ખાતરી અપાઈ

મોરબીમાં આજે રેન્જ આઇજી એસપી તેમજ ધારાસભ્યોને ઉપસ્થિતિમાં વ્યાજખોરો થી પરેશાન લોકોને અથવા કોઈપણ પોતાની રજૂઆત કરવા બોલાવવામાં આવ્યા હતા ત્યારે મોરબી એસપી કચેરી ખાતે આજે લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં અનેક લોકોએ પોતપોતાની અલગ અલગ રજૂઆતો કરી હતી જેમાંથી એક જે અરજદાર છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર સિંહ છે તેમના દ્વારા તેમની જમીન વેચાતી લઈને તેમને રૂપિયા ન આપ્યા હોય અને વારંવાર ધમકીઓ આપવા આવવાની રજૂઆત કરી હતી જે રજૂઆત ને પગલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પક્ષના હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે અને આજે જે રજૂઆતો આવી છે તે મામલે અમે આગળ તપાસ કરીને કાર્યવાહી કરીશું અને ને સત્ય છે તે કામ ચોક્કસપણે કરવામાં આવશે.

જ્યારે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે મોરબીમાં આજે ક્રાઈમરેટ છે તે કંટ્રોલમાં છે.ઉદ્યોગકારો ના નાણાં ફસાઈ જવાનો પ્રશ્ન હતો તેમાં પણ અગાઉ SIT ટીમ બનાવવામાં આવી હતી અને ૧૯ કરોડ જેટલા રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે અને હજુ પણ કરોડો રૂપિયા ફસાયેલા છે તે પરત ઉદ્યોગકારોને મળે તે માટે SIT ટીમ કામ કરી રહી છે અને આ ટીમમાં વધુ 2 પીઆઈ ની નિમણુક કરવામાં આવશે.

અને આજે જે પણ રજૂઆતો આવી રહી છે તેની તપાસ કરી કડક પગલાં પણ લેવામાં આવશે અને પોલીસ પણ જે દરેક જે અરજદાર હોય કે ફરિયાદી હોય તેનો પૂરતો સાથ સહકાર આપે તે સાથે સાથે મોરબીમાં જે ટ્રાફિકનો જે પ્રશ્ન છે તેના માટે પણ પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે અને જે ટ્રાફિક સમસ્યા છે તે મહદંશે ઘટાડી શકાય તે મામલે કાર્યવાહી કરવામાં આવશે તેમ રેન્જ આઇજી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસ થી અને દાદાગીરી થી પીડિત અનેક લોકો પોતાની ફરિયાદ લઈને આવ્યા હતા સાથે જ પોલીસ ના વર્તન બાબતે પણ લોકોએ ફરિયાદ કરી હતી ત્યારે તમામ લોકોની રજૂઆત સાંભળીને પોલીસે આ રજૂઆતો મામલે કામગીરી કરી સંતોષ કારક પરિણામ આપવા અરજદારોને વચન આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!