ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમી ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે આવનાર રામ જન્મજયંતિને લઇ મોરબીના અયોધ્યાપુરી મેન રોડ પાર સાથિત જલારામ મંદિર ખાતે મોરબીની સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામ જન્મજયંતિ નિમીયે યોજાનાર હિન્દુ વિજય યાત્રા અંગે ચર્ચા કરવામાં આવશે.
આવતા શનિવારે તારીખ તા.22-3-2025ને રાત્રે 9:00 વાગે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને અયોધ્યાપુરી મેન રોડ જલારામ મંદિર ખાતે એક મહત્વની બેઠકનું આયોજન અક્રવામાં આવ્યું છે. જેમાં તમામ હિન્દૂ ભાઈઓ અને બહેનો, વડીલો અને સમગ્ર સમાજના અગ્રણી અધિકારી અને સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા હિન્દુ યોદ્ધાઓને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ બેઠકમાં હિંદુઓનો ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવાનો હોય એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય રામ જન્મ ઉત્સવ હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવાનું હોય જેના આયોજનના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બેઠકમાં નૈતિક ફરજ સમજીને યોગ્ય સમયે બધા જ સનાતનની હિન્દુ ભાઈઓ બહેનોને હાજર રહેવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.