ટંકારા તાલુકાના તમામ ગામના સરપંચો સાથે થાણા અધિકારીનો સંવાદ યોજાયો નવનિયુક્ત પંચોને ફોજદાર એસ એમ રાણાએ ગામમાં ચોરીના બનાવો રોકવા ઉપરાંત માઈગ્રેડ ખેત અને ફેક્ટરીના મજુરની ઓળખ રાખવા સહિતની સુચના આપી હતી સાથે નાઈટ પેટ્રોલીંગ રક્ષક દળના જવાનો વિશે માહિતીની આપલે કરી હતી .
ટંકારા પોલીસ સ્ટેશનના પી એસ આઈ શક્તિસિંહ એમ રાણાની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નવા ચુંટાયેલા સરપંચ અને હોદ્દેદારોની બેઠક બોલાવી હતી જેમા ગેરકાયદેસર પ્રવૃત્તિ સહિત કાયદો અને વ્યવસ્થા ગામમાં ખેતી તેમજ અન્ય મજૂરી કરતા શ્રમિક વર્ગને ઓળખ રાખવા ઉપરાંત ચોરીના બનાવો રોકવા આગોતરા પગલાં ઉપર ચર્ચા કરી સંપ સહકાર સલામતી અને શાંતિ માટે પોલીસ તત્પર છે નો ખોંખારો ખાઈને વિશ્ર્વાસ આપ્યો હતો સાથે આગેવાનો દ્વારા આવેલ સુચનો પણ સાંભળી નિકાલ માટે ખાત્રી આપી હતી.