Thursday, April 25, 2024
HomeGujaratહળવદ ના ધનાળા ગામે જીરું ના ઉભા પાક માં કોઈ અજાણ્યો શખ્સ...

હળવદ ના ધનાળા ગામે જીરું ના ઉભા પાક માં કોઈ અજાણ્યો શખ્સ ઝેરી દવા નાંખી ગયો

હાલ ના સમય માં અમુક વિકૃત પ્રકૃતિ ધરાવતા લોકો દ્વારા બીજા માણસો ને નુક્શાન કરવામા અસુરી આનંદ મેળવતા હોય એવા કિસ્સા ઓ અવાર નવાર સામે આવતા હોય છે.

- Advertisement -
- Advertisement -

એવો જ એક કિસ્સો મોરબી ના હળવદ તાલુકા ના નવા ધનાળા ગામે બન્યો હતો. જેમાં પ્રવીણભાઇ મનજીભાઈ દલવાડી ની વાડી માં જીરું વાવેલ હતું અને જેમાં ગત રાત્રી ના જીરા ના ઉભા પાક માં કોઇ અજાણ્યો વ્યક્તિ ઝેરી દવા નો છંટકાવ કરી ગયો હોય જેથી જીરું નો અડધો અડધ પાક બળી ગયો હતો જેના કારણે વાડી માલીક ને મોટું નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે.

 

વધુમાં આ દવા નાખી ને ખેડૂત નું નુકશાન કરનાર ગામ નો જ કોઇ શખ્સ હોવાનું પણ ગ્રામ જનો માં ચર્ચાઈ રહ્યું છે.અને કયા કારણોસર માટે આવું કૃત્ય કર્યું એ હકીકત તો આ દવા નાખનાર શખ્સ ઝડપાયા બાદ જ જાણવા મળશે. જોકે હજી સુધી વાડી માલિક દ્વારા આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!