કરુણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત મોરબી જિલ્લા વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક નોડલ ઓફિસરની અધ્યક્ષતામાં આજરોજ મળી.
ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાયણ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેમાં ૧૦ જાન્યુયારી થી ૨૦ જાન્યુયારી સુધી કરુણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત પક્ષી બચાઓ મહાઅભિયાન કાર્યરત રહેશે. જે અભિયાનના આયોજન અંગે આજરોજ વન વિભાગના નોડલ ઓફિસર શ્રી સી.વી. સાણજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં જિલ્લાનાં તમામ આર.એફ.ઓ સાથે જિલ્લાનાં પશુ પક્ષીઓ માટે કાર્યરત સેવાભાવી સંસ્થાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને આવનારા ઉત્તરાયણ પર્વ અબોલ જીવ એવા પક્ષીઓ માટે જીવલેણ સાબિત ના થાય તેના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, તુકકલ નું ગેરકાયદેસાર વેચાણ ના થાય તે માટેનું સઘન આયોજન કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ સ્થળોએ ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે પક્ષી સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવશે જેમાં નિષ્ણાત પશુ ડોકટરઓ અને વન વિભાગનાં કર્મચારીઓ સાથે સેવાભાવી સંસ્થાઓ ખડેપગે સેવા આપશે.