અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે આજે મોરબીમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ચેતના સંમેલન યોજાશે. આ તકે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય અમરીશ ડેર, લલિત વસોયા, કિરીટ પટેલ, લલિત કગથરા, ઋત્વિજ મકવાણા, પ્રવીણભાઈ મૂછડીયા, ચિરાગ કાલરીયા, હર્ષદ રીબડિયા સહિતના ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓ હાજરી આપશે.