Friday, December 27, 2024
HomeGujaratવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨માં મોરબીના ઉદ્યોગકારો ભાગ લે તે અંગેની બેઠક યોજાઈ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨માં મોરબીના ઉદ્યોગકારો ભાગ લે તે અંગેની બેઠક યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ નું તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૨/૦૧/૨૦૨૨ દરમ્યાન આયોજન થનાર છે. જે અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા સીરામીક એસોસીએનશન હોલ ખાતે મોરબી જિલ્લાના તમામ અસોસીએશન તથા મોરબી અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

આ બેઠકમાં જિલ્લાના એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી. આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. ભાટીયાએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ www.vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવી બાહેંધરી આપવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!