Thursday, December 26, 2024
HomeGujaratમોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો

હાલ શ્રાવણ માસમાં હવે પછી અન્ય શ્રમજીવી વિસ્તારોમાં પણ મેડિકલ કેમ્પ યોજાશે

- Advertisement -
- Advertisement -

મોરબી : દરિદ્ર નારાયણ દર્દીની સેવા એ સાચી માનવ સેવાને સાર્થક કરતું મોરબી યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ફરી એકવાર દર્દી નારાયણની સેવા માટે પહેલ કરવામાં આવી હતી. જેમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં આજે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પનો 400થી વધુ લોકોએ લાભ લીધો હતો.

માનવ સેવા એજ પરમોધર્મમા માનનાર અને પોતાની સેવાકીય પ્રવૃતિઓ તેમજ કોઈપણ આફત અથવા કોઈપણ સમયે 24×7 લોકોની મદદ કરવા કરવા તત્પર રહેતા અને વર્ષ દરમ્યાન 160થી વધુ જનહિતની પ્રવૃતિઓ કરતું યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વધુ એક આરોગ્ય સેવાની પહેલ કરવામાં આવી હતી. જેમા મોરબીના શ્રમજીવી વિસ્તારોના શ્રમિક વર્ગ, સફાઈ કર્મચારીઓ તેમજ રોજનું કમાય અને રોજનુ ખાતા હોય તેવા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને કેસર ફિજીયોથેરાપોસ્ટના સહયોગથી આજે રવિવારે શ્રમજીવી વિસ્તાર (સાર્વજનિક પ્રા. શાળા, વણકરવાસ, મોરબી) ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીની ખ્યાતનામ સમર્પણ હોસ્પિટલના નામાંકિત ડોકટરો જેવા કે ઓર્થોપેડિક ડોક્ટર, સ્કિન ડોક્ટર, પીડિયાટ્રીશ્યન ડોક્ટર, જનરલ સર્જન, બ્લડ ગ્રૂપ ચેકઅપ માટે લેબોરેટરી ટીમ, થતા કેસર ફિઝિયોથેરાપી સેન્ટરના ખ્યાતનામ ડોકટર્સ પોતાની સેવાઓ આપી હતી. તેમજ ગરીબ વર્ગ માટે સરકારના આયુષ્યમાન ભારત કાર્ડ યોજના પર વિનામૂલ્યે આપાતી વિવિધ સેવાઓની યોગ્ય માહિતી લોકોને આપવામાં આવી હતી. આ મેગા મેડિકલ કેમ્પનો 400થી વધુ લોકો લીધો હતો. હાલ શ્રાવણ માસમાં હવે પછી અન્ય શ્રમજીવી વિસ્તારોમાં પણ મેડિકલ કેમ્પ યોજાશે તેવું યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!