હળવદ પંથકમાં ગુજરાત વિજિલન્સના દરોડા પાડીને લાખો રૂપિયાની વીજ ચોરી પકડી પાડી છે. દરોડામાં એસઆરપી ટીમને સાથે રાખીને જીયુવીએનએલ બરોડાની પેટા કંપનીઓ PGVCL, DGVCL,MGVCL અને UGVCL ની ખાસ વિજિલન્સની ટીમ દ્વારા હળવદમાં દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પંથકમાં થઈ રહેલી વીજ ચોરીને લઇને વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. હળવદ પંથકમાં વીજ ચેકીંગ દરમિયાન ૩૦ થી વધુ વીજ કનેક્શનમાં ૭૬ લાખથી વધુની વીજળી ચોરી ઝડપાઈ છે. હળવદ ડિવિઝન સૌરાષ્ટ્રના ૪૮ ડિવિઝનમાંથી વીજ ચોરી માં પ્રથમ નંબરે આવે છે. તેથી GUVNL બરોડાની અલગ અલગ પેટા કંપનીની વિજિલન્સ ટીમો દ્વારા એસઆરપી ટીમ સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. હળવદ તાલુકાના શક્તિનગર, સુખપર,ટીકર,ધનાળા સહિતના વિવિધ ગામોમાં ૩૫ ટીમો દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ધનાળામા ચાલતા રેતીનાં વોસ પ્લાન્ટમાં સૌથી વધુ અધધ ૪૬ લાખની વીજચોરી પકડાઈ હતી.તેમજ ૭૬ લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી અને આ વીજ ચોરીનો આંકડો હજુ પણ ઉચો જવાની શક્યતા સેવાઈ રહી છે.