મહેશભાઇ કૃષ્ણલાલ ઓઝા પરિવાર દ્વારા આગામી તા. ૨૧-૯-૨૦૨૫ ને રવિવારના રોજ મોરબીની ગુર્જર કડીયા બોર્ડિંગ ખાતે સ્વ.કિરણબેન મહેશભાઇ ઓઝાની પૂણ્ય સ્મૃતિમાં મેગા સ્કીનકેર એન્ડ ડેન્ટલ – જનરલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ.કિરણબેન મહેશભાઇ ઓઝાની પૂણ્ય સ્મૃતિ મહેશભાઇ કૃષ્ણલાલ ઓઝા પરિવાર દ્વારા આગામી તા.૨૧-૯-૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ગુર્જર કડીયા બોર્ડિંગ, સામા કાંઠે, હાઉસિંગ ચાર રસ્તા, મોરબી ખાતે મેગા સ્કીનકેર એન્ડ ડેન્ટલ – જનરલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ જાણીતા એડવોકેટ જગદીશભાઈ ઓઝા દ્વારા દીપ પ્રાગટય કરી શરુ કરવામાં આવશે. આ કેમ્પમાં સ્વ. કિરણબેન મહેશભાઈ ઓઝાની ચતુર્થી પૂણ્યતિથિએ જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. રાજેન્દ્ર ઠાકર (M.D. Skin), નો મેગા સ્કીન કેર અને મોરબીના જાણીતા ડેન્ટીસ્ટ ડો. બાગેશ્રી ઓઝા (BDS, FDS) તથા ડો. દેવાંગ ઓઝા (MBBS) સેવા આપશે. તો મોરબીની જનતાને આ કેમ્પનો લાભ લેવા મહેશભાઇ કૃષ્ણલાલ ઓઝા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આ કેમ્પમાં ઉપલબ્ધ દવાઓ ફ્રી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નામ લખાવવા પી.સી. પંડ્યાના વોટ્સએપ નંબર 98792 68764 તથા 99255 10610 નો સંપર્ક કરવાનો રહેશે.