મોરબી જિલ્લામાં આમ તો તમામ તાલુકાના ઓછો વધુ વરસાદ નોંધાયો છે પરંતુ સૌથી વધુ વરસાદ ટંકારા ગ્રામ્ય શહેર અને મોરબી ગ્રામ્ય શહેર માં નોંધાયો છે.
જેમાં મોરબી શહેરમાં વેહલી સવારે પડેલા વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે.જેમાં મોરબીના મુખ્ય માર્ગો શનાળા રોડ ,રવાપર રોડ,સરદાર બાગ તેમજ કન્યા છાત્રાલય રોડ,જીઆઇડીસી મેઈન રોડ તેમજ મોરબી ૧ અને મોરબી ૨ માં ઘના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે.તેમજ સવારનો સમય હોવાથી લોકો પોતાના કામ ધંધે કે નોકરીએ જતાં હોય છે તેમજ વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્રાફિક થી ધમધમતા આ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ સર્જાયા હતા.જેથી કુલ મળીને ચોમાસા ની શરૂઆત માં જ તંત્રની પોલ ખુલી જવા પામી છે.