ટંકારામાં ગઈકાલે રાત્રિથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી-નાળામાં પણ નવા નીરની આવક થઈ રહી છે. આ સાથે મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદથી ખેડૂતોએ વાવણી કાર્યના શ્રીગણેશ શરૂ કર્યા છે.
મોરબીની ચેરાપુજી ગણાતી ટંકારા નગરીમાં જાગરણની રાત્રીથી વર્ષારાણી હેત વરસાવી .રહ્યા છે. આજે બુધવારે પણ સાડા નવ વાગ્યા સુધીમાં વરસાદી માહોલ વચ્ચે વધુ એક ઈંચ વરસાદ વરસી પડ્યો છે અને હજુ પણ આકાશી અમિકુષા અપાર રીતે અવતરી રહી છે. ધીમીધારે આવેલા વરસાદથી ધરતીમાતા તરબોર થયા છે. અને રીતસર વાતાવરણ બરફ માફક ટાઢુંબોળ થવા પામ્યુ છે. ત્યારે વરસાદથી જગતતાતને પણ ખુબ રાજીપો વ્યાપ્યો છે સાથે નદી નાળા તલાવડા છલકાઈ ગયા બાદ શાંત પાણી સોનામાફક ખિલ્લી રહુ છે.