મોરબીમાં થોડા દિવસ વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી મોહલ જામ્યો છે. છેલા એક કલાકથી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ અવિરત હેત વરસાવતા શહેરભરમાં ચોતરફ પાણી પાણીના દ્રસ્યો સર્જાયા હતા ત્યારે સરકારી ચોપડે એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
મોરબી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘસવારી આવી પહોંચી છે.મેઘાવી માહોલ વચ્ચે આજે બપોર બાદ મોરબીમાં વરસાદ શરૂ થયો હતો.મોરબી શહેરમાં સાવસર પ્લોટ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા અને સુસવાટા મારતા પવન સાથે વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત મોરબીના ઘુંટુ, લાલપર, મહેન્દ્રનગરમાં વરસાદનું ધીમી ધારે આગમન થયું હતું.જો કે વહીવટી તંત્ર ના ચોપડે મોરબી ગ્રામ્ય માં એક ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં આગાહીના પગલે આગામી સમયમાં હજુ વરસાદ આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.