Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં અંતે મેઘકૃપા વરસી:જોરદાર ઝાપટું આવી જતા બફારામાં મહદ અંશે રાહત

મોરબીમાં અંતે મેઘકૃપા વરસી:જોરદાર ઝાપટું આવી જતા બફારામાં મહદ અંશે રાહત

મોરબીમાં અંતે મેઘકૃપા વરસી હતી. આખો દિવસ અસહ્ય બફારો અને ઉકળાટ વચ્ચે બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ જમાવટ કરતા સાંજ પડતા વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું હતું .

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર અને આસપાસ પંથકમાં બપોરના સમયે જોરદાર ઝાપટું વરસી ગયું હતું. મેઘરાજાએ થોડી જ મિનિટોમાં તડાફડી બોલાવી હતી પણ આ હેત થોડી મિનિટો માટે જ હોય એમ મેઘરાજાએ અચાનકની ધીમી ગતિ કરી નાખતા લોકો નિરાશ થયા હતા પરન્તુ બફારાથી લોકોને મહદઅંશે રાહત મળી હતી.

જો કે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જેપુર, ખાખરાળા, લૂંટાવદર, ગોર ખીજડિયા, શક્ત શનાળા, રાજપર, ભડિયાદ, મહેન્દ્રનગર, ભરતનગર, અમરનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પમ ઝરમર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!