ટંકારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત છેલ્લા ત્રણ દિવસથી જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે આજે શનિવારે બપોરે 2 થી 4 વાગ્યાના ગાળામાં ટંકારા મામલતદાર કચેરી ખાતે 29 મીમી (સવા ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત છે અને બે દિવસ પંથકમાં વરસાદનું જોર ચાલુ રહે તેવું અનુમાન છે.ખરા ટાણે જરૂરીયાત મુજબના વરસાદથી ખેડૂતોને પણ ફાયદો થશે.