મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત મેઘ સવારી આવી પહોંચી હતી. જેમાં આજે ચાર તાલુકામાં વિરામ લાગ્યો છે. જો કે, માળીયા મી.માં આજે સવારે વરસાદી ઝાપટુ આવ્યું હતું. જેમાં આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માળીયા મી.માં 02 મી.મી. વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,અત્યારસુધી વરસાદની સીઝનમાં મોરબી તાલુકામાં કુલ 255 મી.મી.,ટંકારા તાલુકામાં કુલ 320 મી.મી.,હળવદ તાલુકામાં 163 મી.મી.,વાંકાનેર તાલુકામાં કુલ 119 મી.મી. તો માળીયા મી. તાલુકામાં કુલ 32 મી.મી.વરસાદ વરસ્યો છે.