તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ અને કોગ્રેસના કદાવર નેતા ચેતન રમણીકલાલ ત્રિવેદીનુ સભ્ય પદ રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (ગુજરાત ૧૮, ૧૯૯૩) ની કલમ ૨૬૪ ની પેટા-કલમ (૧) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ટંકારા તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ૧૬ થી ઘટાડીને ૧૪ કરી છે ફરી એક વાર ઉપપ્રમુખ માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે નવા ઉપપ્રમુખ માટે ફોમ રજુ કરવામાં આવશે આવતી કાલે તાલુકા પંચાયત સદસ્યો સાથે ખાસ બેઠક બોલાવી છે જેમાં ચુટણી પ્રકિયા હાથ ધરવા જીલ્લા વિકાસ અધિકારી એ આદેશ કર્યો છે.