આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૩ ને ગુરૂવારના રોજ સરકારનાં આદેશ મુજબ અને DDO અને TDOના માર્ગદર્શન હેઠળ “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત જુદી-જુદી પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામપંચાયત-સરવડના સરપંચ નવનીતભાઈ સરડવા, ઉપસરપંચ હિતેશભાઇ વિરમગામ, તલાટી કમમંત્રી જયેશભાઇ અને સરડવ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના વડીલો તથા આગેવાનોએ હાજરી આપી હતી.
મળતી માહિતી અનુસાર, સૌ પ્રથમ શિલાફલકમ ગામના સરપંચ દ્વારા ખુલો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં અન્ય લોકોએ ઉલ્લાસ પૂર્વક ત્યાં સેલ્ફી લીધી હતી. ત્યારબાદ શાળાનાં વિદ્યાર્થીઓ, ગામના સરપંચ અને અન્ય લોકોએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધા હતા. આ વેળાએ બધાના હાથમાં માટીનાં દિવા હતા અને પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ ગ્રામપંચાયતની બાજુમાં વૃક્ષારોપણ કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ દ્વારા ગ્રામજનોને વૃક્ષનાં મહત્વ વિષે માહિતગાર કરાયા હતા. ત્યારબાદ વીરોને વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ નવનીતભાઈ સરડવાએ ભારે જહેમત ઉઠાવી હતી.