ગણેશ વિસર્જન અને ઈદે-એ-મિલાદના પર્વને લઇ મોરબી પોલીસ લોંખડી બંદોબસ્ત સાથે સજ્જ થઇ ગઈ છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા ગણપતિ ઉત્સવ અને ઇદ-એ-મિલાદ જાહેર જનતા જોગ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. અને જો કોઈ મોરબીની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી દેખાડવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ તરફથી જાહેર જનતાને સંદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે, ગણપતિ મહોત્સવ ચાલી રહૃયો છે તથા આવનારા ઇદ-એ-મિલાદ ના તહેવાર અનુસંધાને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર કોઇ વાંધા જનક કે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કોમેન્ટ કરવી અથવા કોઇ અફવા ફેલાવવી એ ગુન્હો બને છે. જેથી આવી પોસ્ટ કોમેન્ટ કે કોઇ અફવા ફેલાવવી નહિ. મોરબી જીલ્લા પોલીસ સોશીયલ મિડીયા જેવા કે, ફેસબુક, ઇન્સ્ટા ગ્રામ,તૃવીટર અને વોએપ વિગેરે ઉપર બાજ નજર રાખી રહી છે. કોઇ વ્યકિત આવી ગેરકાયદેશર પ્રવૃતીઓને પ્રોત્સાહિત કરશે. તો તેઓની વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહિ કરવામાં આવશે. દરેક ધર્મના લોકો વચ્ચે પ્રેમભાવ અને શાંતી જળવાય રહે તે માટે અપીલ કરવામાં આવી છે.