Sunday, November 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ટાઉનહોલ ખાતે ચૂંટણી ફરજ પરના માઇક્રો ઓબ્ઝર્વ સ્ટાફને તાલીમ અપાઇ

મોરબી જિલ્લામાં ટાઉનહોલ ખાતે ચૂંટણી ફરજ પરના માઇક્રો ઓબ્ઝર્વ સ્ટાફને તાલીમ અપાઇ

મોરબી જિલ્લાના ટાઉનહોલ ખાતે તા. ૩૦-૧૦-૨૦૨૦ના આજરોજ જિલ્લામાં યોજાનાર ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાને માઇક્રો ઓબ્ઝર્વને તાલીમ આપવામાં આવી હતી..

- Advertisement -
- Advertisement -

કોરોના મહામારીને ધ્યાને લઈ સોશીયલ ડીસ્ટન્શનું પાલન કરીને તાલીમ યોજવામાં આવેલ હતી.. તાલીમ દરમ્યાન હેલ્થ સ્ટાફ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું તેમજ તાલીમ પહેલા સંપૂણ તાલીમ હોલને સેનેટાઇઝર કરેલ હતો.

આ તાલીમમાં જનરલ ઓબ્ઝર્વશ્રી ડૉ.હરિ ઓમએ માઇક્રો ઓબ્ઝર્વને તેમની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. પોતાની ફરજમાં કોઇ પણ જાતની ચૂક ન થાય તે જોવાની ખાસ સૂચના આપી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડએ તમામ માઇક્રો ઓબ્ઝર્વને પોતાને કરવાની કામગીરીની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમજ માસ્ટર ટ્રેનરશ્રી અધારા દ્વારા ઇવીએમ હેન્સ ઓન ની તાલીમ આપવામાં આવી હતી.

ચૂંટણી તાલીમના આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી અને ૬૫-મોરબી ચૂંટણી મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી મોરબીશ્રી ડી.એ.ઝાલાના સહિતના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!