Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા-કંડલા નેશનલ હાઇવે પર કન્ટેનર હડફેટે બાઈકચાલક આધેડનું મોત, બાળક ઈજાગ્રસ્ત

માળીયા-કંડલા નેશનલ હાઇવે પર કન્ટેનર હડફેટે બાઈકચાલક આધેડનું મોત, બાળક ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૨૩ના રોજ બપોરના આશરે એક વાગ્યાના અરસામાં માળીયા-કંડલા નેશનલ હાઇવે પર નવજીવન હોટલના ખુણે કન્ટેર ટ્રક નં- જીજે-૧૨-બીવાય-૪૭૮૦નાં ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પીતા ગફુરભાઇ મહમદભાઇ મોવર (ઉ.વ.૪૬)ના મોટરસાયકલ નં.જીજે-૦૬-સીએફ- ૪૦૧૮ને હડફેટે લઇ પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં બાઇકસવાર ગફુરભાઇ પડી જતા તેમને ડાબા પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. તેમજ બાઈકસવાર બાળક સાઉદીન (ઉ.વ.૮)ને પગે ફેક્ચર જેવી ઇજા થઇ હતી. કન્ટેનરચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. હાલ માળીયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનરચાલકને પકડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!