હળવદના આનંદ પાર્ક સોસાયટી-૧ ખાતે સોની કામનો ધંધો ન ચાલવાથી આર્થિક સંકટમાં મુકાયેલા 43 વર્ષીય આધેડે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ઘટનાને લઈને પોલીસે અ. મોતની નોંધ કરી છે.
હળવદ શહેરમાં આનંદ પાર્ક સોસાયટી-૧ ખાતે રહેતા ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝિઝુવાડીયા ઉવ.૪૩ કે જેઓ સોની કારીગરીનો વ્યવસાય કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની દુકાનનું કામ બરાબર ન ચાલતું હોવાથી તેઓ સતત આર્થિક સંકટ અને માનસિક તાણ હેઠળ જીવી રહ્યા હતા. ત્યારે આર્થિક સંક્રમણ અને માનસિક બોજાને કારણે મનોમન લાગી આવતા ચિરાગભાઈએ ગત તા.૨૬/૧૧ના રોજ બપોરે કોઈપણ સમયે પોતાના ઘરમાં છત પર લગાવેલા પંખા સાથે દોરી બાંધી ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. હાલ હળવદ પોલીસે મૃતકના પત્ની શીતલબેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.









