મોરબીના શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ પાવઠાની વાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ભવાનભાઇ ડાભી ઉવ.૪૭ એ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા, ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી દિનેશભાઇ મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું, ત્યારે એ ડિવિઝન પોલીસ તપાસમાં મૃતકના પત્ની મધુબેન દ્વારા આપેલ પ્રાથમિક વિગતોને આધારે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી છે.