મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાથી ચાર દિવસ પૂર્વે એક આધેડ બેભાન હાલતમા મળી આવ્યા હતા. જેમને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના વાલી-વારસની શોધખોળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કાંતભાઇ શિવરામભાઇ નામના ૫૦ વર્ષીય આધેડ ગત તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ લાતી પ્લોટ વિસ્તારમા બેભાન હાલતમા મળી આવતા વારીસભાઇ શાહમદાર નામના શખ્સ દ્વારા તેને ૧૦૮ એમ્બ્યુલસ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાતેની તબિયર વધારે નાદુરસ્ત હોવાથી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ મોત નીપજ્યું હતું. ત્યારે કાંતભાઇ શિવરામભાઈના વાલી વારસ મળી આવેલ ન હોવાથી મરણજનારને જો કોઈ પણ વ્યક્તિ ઓળખતા હોય તો PSI સી.એસ.સોંદરવા મો.નં.૯૮૨૫૦૨૪૩૨૪ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ટેલિફોન નં. – ૬૩૫૯૬૨૬૦૫૩ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મૃતકનાં શરીરે જોતા પાતળા બાંધાનો, ઘંઉ વર્ણનો, માથાના ભાગે લાંબા કાળા અને ધોળા વાળ જોવામા આવે છે તથા કાળી મુછ તથા બુચકી દાઢી જોવામા આવે છે સદરહુ લાશની એક આંખ ખુલ્લી જોવામા આવે છે. તથાએક આંખ ઉપર ઇજાનુ નિશાન જોવામા આવે છે તથા મોઢુ બંધ હાલતમા જોવામા આવે છે શરીર ઉપરના ભાગે કાળા કલરનુ સ્વેટર પહેરેલ જોવામા આવે છે તથા તેના ઉપર લાલ તથા રખ્યા કલરનુ સ્વેટર પહેરેલ જોવામાં આવે છે. તેમજ જમણા હાથના કાંડા પર લાલ ધાગો બાંધેલ તથા કલાઇ પર હિન્દીમા “શ્રી સીતારામ” ત્રોફાવેલ જોવામા આવે છે.









