મોરબી તાલુકાના પાનેલી રોડ આરજીલ સીરામીક કારખાનાની સામે રોડ ઉપર પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક ઇસમને રોકી તાલુકા પોલીસ ટીમે બાચકાની તલાસી લેતા તેમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયરના ૩૦ ટીન કિ.રૂ.૬,૦૦૦/-મળી આવ્યા હતા, આ સાથે આરોપી જેનુભાઈ રગુસિંગ કલસીયા ઉવ.૨૬ હાલરહે. લાલપર સરકારી દવાખાના પાછળ મૂળરહે. મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લાના કલસીયુ ફળીયું ચોરમાડંલીયા ગામના વતની ની અટકાયત કરવામાં આવી છે. હાલ તાલુકા પોલીસે આરોપી પાસેથી બિયરના ટીનનો જથ્થો કબ્જે લઈ આગળની તપાસ ચલાવી છે.