માળીયા(મી) પોલીસની સઘન કામગીરી દરમિયાન જાજાસર ગામે આવેલ આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીકથી બોલેરો ગાડીમાં આવેલા શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથે રૂ. ૧૪,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી લાયસન્સ વિનાનું ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતું ઓઇલ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ કાયદેસરની કાર્યવાહી સાથે આગળની તપાસ શરૂ કરી છે.
માળીયા(મી) તાલુકાના જાજાસર ગામની સીમમાં આવેલી આરબ સોલ્ટ નામની મીઠાના કારખાના નજીકથી શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રોડકટ સાથે એક શખ્સને માળીયા(મી) પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જાજાસર ગામની સીમમાં આવેલા આરબ સોલ્ટ પાસે બોલેરો ગાડી અટકાવી તપાસ કરતાં ગાડી ચાલક પાસે લાયસન્સ કે પરમીટ ન હોવાની સાથે વધુ પૂછપરછમાં મળ્યું કે ગાડીમાં ભરેલો પેટ્રોલિયમ પ્રોડકટ આરબ સોલ્ટના નજીક લોખંડના બે ટાંકામાં સંગ્રહિત છે. ત્યારે પોલીસે તપાસ કરતા બોલેરો ગાડીમાં આશરે ૧૦૦૦ લીટર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભરેલું પેટ્રોલિયમ પ્રોડકટ, કિંમત અંદાજે રૂ. ૭૦,૦૦૦/-, બોલેરો ગાડીની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/- બે લોખંડના ટાંકામાં આશરે ૧૩૫૦૦ લીટર પેટ્રોલિયમ પ્રોડકટ, કિંમત રૂ. ૯,૪૫,૦૦૦/- ટાંકાની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ. રૂ. ૧૪,૧૫,૦૦૦/- જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે. આ તમામ મુદ્દામાલ સાથે આરોપી અશોકકુમાર છોટુરામ ચૌધરી ઉવ.૩૯ રહે. જાજાસર ગામની સીમમાં મુળરહેવાસી રાજસ્થાન વાળાની માળીયા(મી) પોલીસે અટક કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે