Sunday, April 12, 2026
HomeGujaratહળવદના માનસર નજીક હિટ એન્ડ રનમાં પરપ્રાંતિય મજૂરનું કમકમાટીભર્યું મોત

હળવદના માનસર નજીક હિટ એન્ડ રનમાં પરપ્રાંતિય મજૂરનું કમકમાટીભર્યું મોત

હળવદના માનસર ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી આવી રાહદારીને હડફેટે લેતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહનનું તોતિંગ વ્હીલ પરપ્રાંતિય મજૂર ઉપર ફરી વળતા, તેમનું માથું છૂંદાઈ ગયું હતું. હાલ મૃતકના સાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા વાહન ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માનસર ગામ નજીક મોરબી હાઇવે પર ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. જેમાં મકસુદનસિંહ પ્રતીમસિંહ (ઝારખંડ)નામના પરપ્રાંતિય મજૂરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતક હળવદ નજીક ઘનશ્યામગઢ ગામ નજીક વિજપોલ નાખવાની મજૂરીનું કામ કરતા હતા અને ઘટનાના સમયે પગપાળા જતા હતા, ત્યારે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં વાહનનું ટાયર મૃતકની છાતી પર ફરી વળતા પાસળીઓ તૂટી ગઈ અને માથું છૂંદાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. અકસ્માત અંગે મૃતકના સાળા બીજલીસિંહ કેશોસિંહ ઉવ.૫૬ રહે.મેરૂપર ગામના પાટીયા પાસે રામદેવ હોટલ તા. હળવદ મુળ રહે. પોડવા વિધાલય ગોવિંદપુર કલા તા. બિશ્નોઇગઢ જી .હજારીબાગ (ઝારખડ) વાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા આરોપી વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!