Friday, January 10, 2025
HomeGujaratટંકારામાં પરપ્રાંતિય શ્રમિકનું છાતીમાં દુખાવા બાદ મોત.

ટંકારામાં પરપ્રાંતિય શ્રમિકનું છાતીમાં દુખાવા બાદ મોત.

ટંકારના લજાઈ-હડમતીયા ગામની વચ્ચે આવેલ વિજય ઓઇલ મીલમાં નોકરી કરતા પરપ્રાંતિય શ્રમિકને રાત્રે રૂમ બહાર સુતેલ હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખાનગી વાહનમાં મોરબી સરકારી હોસ્પિટલે લાઇ જતા હોય ત્યારે રસ્તામાં જ શ્રમિમ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાનો વતની હાલ ટંકારા તાલુકાના લજાઈ-હડમતીયા ગામ વચ્ચે આવેલ વિજય ઓઈલમીલ કંપનીમાં રહેતા દિનેશભાઇ અર્જુનભાઇ અજનાર ઉવ.૩૩ ગઈકાલ તા.૦૨/૦૮ના રોજ સવારે પોતાની રૂમની બહાર વિજય ઓઈલમીલના ગ્રાઉન્ડમાં સુતા હોય ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી વાહન મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે દીનેશભાઈને જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવની જાણ મોરબી હોસ્પિટલ ચોકી પોલીસ દ્વારા ટંકારા પોલીસ મથકમાં કરતા ટંકારા પોલીસ ટીમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી લાશનું ઇન્વેસ્ટ પંચનામું કરી અ.મોતની નોંધ દાખલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!