Friday, April 3, 2026
HomeGujaratહળવદમાં નર્મદા કેનાલમાં પડતા પરપ્રાંતિય આધેડનું મોત

હળવદમાં નર્મદા કેનાલમાં પડતા પરપ્રાંતિય આધેડનું મોત

હળવદ વિસ્તારમાં નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલા પરપ્રાંતિય આધેડનો પગ લપસતા પાણીમાં પડી જતા દુર્ભાગ્યે ડૂબી જવાથી મોત નિપજ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ખાતે હરી દર્શન સોસાયટી પાછળ આવેલી નર્મદા કેનાલમાં મૂળ મધ્યપ્રદેશના ઇન્દ્રગઢ ગામના રહેવાસી અને હાલ હળવદમાં રહેતા દયારામ ઉર્ફે સોનુ રંતીરામ ગોટ ઉવ.૪૬ પાણી ભરવા માટે કેનાલ પાસે ગયા હતા. દરમિયાન કોઈ કારણસર તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં પડી ગયા હતા. જેથી તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે મૃતકના પુત્ર અમિતકુમાર દયારામ ઉર્ફે સોનુ ગોટ પાસેથી વિગતો મેળવી અ.મોત દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!