મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાની વતની હાલ એસપી રોડ શાંતિવન એપાર્ટમેન્ટ પાછળ રહેતી ૨૪ વર્ષીય વેશતીબેન કેમતાભાઇ નાનભોભાઇ ચૌહાણ કે જે અપરણિત યુવતીએ એસપી રોડ શિવાલય વાટીકા એપાર્ટમેન્ટના રૂમમાં કોઈ કારણોસર બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ તે એવી રીતે કે આ કામે મરણજનાર પોતાની જાતે રૂમમા રાખેલ લાકડાના ત્રોફા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ જતા તેને મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન હાજર ડોક્ટરે જોઈ તપાસીને વેશતીબેનને મરણ જાહેર કરતા એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









