મોરબીના સોખડા ગામની સીમમાં આવેલ નિરામય કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર રૂમમાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી બનાવ અંગેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. વી.એસ.ડાંગર દ્વારા ચલાવવામાં આવી છે.