Thursday, November 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં દૂધની હડતાલ: ચા ના બંધાણીઓ માટે કપરો દિવસ

મોરબી જિલ્લામાં દૂધની હડતાલ: ચા ના બંધાણીઓ માટે કપરો દિવસ

મોરબી જિલ્લામાં દૂધની હડતાલ મહદઅંશે સફળ રહી હતી જેમાં મોરબી જિલ્લામાં ઠેર ઠેર લોકો દૂધ મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ ચા બંધાણીઓ માટે આજ નો દિવસ ખુબજ કપરો સાબિત થયો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં માલધારી સમાજ દ્વારા પોતાની માંગણીઓ ને લઈને ગુજરાત ભરમાં આજે ક્યાય પણ દૂધ નહિ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ આ બંધની વ્યાપક અસર વર્તાઈ હતી જેમાં લોકો દૂધ મેળવવા માટે ઠેર ઠેર રઝળપાટ કરતા જોવા મળ્યા હતા અનેક લોકો પાસે પોતાના બાળકોને પીવડાવવા માટે પણ દૂધ મળ્યું ન હતું જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે આ દૂધ ની હડતાલ ને પગલે મોરબી જિલ્લામાં નાની મોટી ૬૦૦ કરતા વધુ ચા ની કિટલીઓ પણ બંધ રહી હતી તેમજ ડેરીઓ ના દૂધ ની ગાડીઓ પણ મોરબી જિલ્લામાં આવી ન હતી અને ઘરે ઘરે જઈને છુટક દૂધનું વેચાણ કરતા માલધારીઓ એ સજ્જડ બંધ પાડતા ગૃહિણીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!