સુચારું આયોજન માટે મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
મોરબી તા.૧૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” કાર્યરત છે જે અન્વયે મોરબી મહાનગર પાલિકા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે એક બેઠક મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં મિલેટ મહોત્સવમાં મિલેટ બેઇઝ રેડી ટુ ઇટ, લાઇવ ફૂડ આઈટમ, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલના આયોજન માટે સમિતિના સભ્યોને કામગીરી સોપાઈ હતી. દૈનિક જીવનમાં લોકો પોષણક્ષમ આહાર મેળવે તે આજના સમયની જરૂરિયાત છે ત્યારે મોરબીમાં યોજાનાર મિલેટ મહોત્સવમાં વધુને વધુ લોકો સહભાગી થાય તેવો અનુરોધ મ્યુ. કમિશનરે કર્યો હતો.
આ તકે જીલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી વિવેક ભટ્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા, જીલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયા, સીડીએચઓ પવનકુમાર શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









