તાજેતરમાં જીલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી હતી.જેમાં ટંકારા શહેર પ્રમુખ તરીકે મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે.ત્યારે મીનાબેનની પસંદગીથી સંગઠનના કાર્યોને વેગ મળશે
ટંકારામાં કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટી આગામી સમયમાં ટંકારામાં સક્રિય રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપશે. કોંગ્રેસની સ્થાનિક નેતૃત્વની જવાબદારી સંભાળવા માટે મીનાબેનની પસંદગીથી સંગઠનના કાર્યોને વેગ મળશે. આ વરણીની જાહેરાત બાદ શહેરના કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મીનાબેન ત્રિવેદી લાંબા સમયથી સ્થાનિક રાજકારણ અને ક્રોગેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને તેમની સામાજિક કાર્યોમાં સહભાગિતા અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. ચેતન ત્રિવેદી ક્રોગેસના આલા કમાન્ડના નેતા છે. દિલ્હી સુધીનો ધરબો ધરાવતા ચેતનભાઈના ધર્મ પત્નીને શહેર પ્રમુખની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.