Wednesday, January 8, 2025
HomeGujaratટંકારામા આરોગ્ય સુવિધાના નામે મીંડું: આરોગ્ય કેન્દ્રમાં 14 વર્ષથી એમડી ડોક્ટર નો...

ટંકારામા આરોગ્ય સુવિધાના નામે મીંડું: આરોગ્ય કેન્દ્રમાં 14 વર્ષથી એમડી ડોક્ટર નો અભાવ

ટંકારા  તાલુકામાં આરોગ્ય સુવિધાના નામે સાવ મીંડું છે. ટંકારા પંથકમાં આશરે એક લાખની વસ્તી વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ વર્ષોથી એમડી ડોકટર ન હોવાથી લોકોને પરેશાનીનો કોઈ પર નથી.આ બાબતે વિસ્તારવાસીઓ રજુઆત કરીને થાક્યા છતાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી ન કરતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકામાં આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી લોકો મોંઘા ભાડા ખર્ચી અને તબીબી સેવા માટે મોરબી સહિતના સ્થળોએ લાખ ચોર્યાસીનો ફેરો ફરવા મજબૂર બન્યા છે. કઠણાઈ તો એ વાતની છે કે આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલ એમ ડીની જગ્યા ભરવા માટે લોકો 2006થી રજૂઆત કરી રહ્યા છે છતાં નગરોળ તંત્ર ધ્યાન ન આપતા લોકો લાચારી ભોગવી રહ્યા છે. આરોગ્ય સુવિધાના અભાવને પગલે ભૂતકાળમાં અમુક લોકોના જીવ ગયા હોવાના હજરાહજૂર પુરાવાઓ સામે હોવાથી તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાંથી શીખ મેળવી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકમાં માંગ ઉઠી છે.

ઉલ્લેખનિય છે કે,ગુજરાતના રાજ્યપાલના ગુરૂનુ ગામ દર્દથી પીડાતુ હોય અને કોઈ તંત્ર ધ્યાન પણ ન આપે તો પછી બિજા તાલુકાની હાલત શું થતી હશે? ‘ટંકારામાં વરસ બદલ્યું છે વેદના નહિ’ના બળાપા સાથે લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!