મોરબી તાલુકાના પાનેલી રોડ, મચ્છુનગર જવાના રસ્તા ઉપર બનેલા બનાવમાં પાંચ સામે ફરિયાદ
મોરબી: મોરબી તાલુકાના પાનેલી રોડ, મચ્છુનગર જવાના રસ્તા ઉપર ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી અરજી કરનાર યુવાનને માર માર્યો હોવાની પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
મોરબી તાલુકા પો.સ્ટે.માં ફરીયાદી કમલેશભાઇ અમરશીભાઇ ખરા ઉ.વ.૨૫ ધંધો.કોન્ટ્રાક્ટર રહે.જાંબુડીયા ગામ, તા.જી. મોરબીવાળાએ આરોપીઓ રમેશભાઇ ગેલાભાઇ પાંચીયા, હકાભાઇ હીરાભાઇ પાંચીયા, સંજયભાઇ હમીરભાઇ બાંભવા ત્રણેય રહે. જાંબુડીયા ગામ તા.જી.મોરબી, તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવેલ કે, મોરબી તાલુકાના પાનેલી રોડ, મચ્છુનગર જવાના રસ્તા ઉપર જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વિન કારખાના પાછળ આરોપી હકાભાઇ હિરાભાઇ પાંચીયાના ભાઇ ભગાભાઇ તથા જયેશભાઇ ગોલતર ખનીજચોરી કરતા હોય જેથી તેઓના વિરૂધ્ધમાં ફરિયાદીએ અરજી કરેલ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ એકસંપ કરી પોતાના હાથમાં લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદીને હાથે પગે તથા શરીરે ઇજાઓ કરી ફરીયાદીના ડાબા હાથના અંગુઠા ઉપર તથા જમણા પગના નળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને જાહેર જગ્યામાં લોકો જોઇ શકે તે રીતે જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાંખવાની ધમકી આપી હતી.