Sunday, January 5, 2025
HomeGujaratવાંકાનેરનાં ભલગામ ખાતેથી ખનીજ ચોરી ઝડપાઇ :બે કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

વાંકાનેરનાં ભલગામ ખાતેથી ખનીજ ચોરી ઝડપાઇ :બે કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

મોરબી જિલ્લામાંથી ફરી એક વખત ભૂ માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વાંકાનેરના ભલગામ ખાતે થતી ખજિન ચોરી પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. તેમજ અંદાજીત ૨ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા.૦૨/૦૧/૨૦૨૪ ના રોજ મોરબીનાં ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર દ્વારા જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે રેડ કરવા ખાણ ખનીજ વિભાગને સુચના આપતા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વાંકાનેરનાં ભલગામ પાસે આવેલ મોજે. ઓનેસ્ટ હોટલ પાસે રેઇડ કરી હતી અને તપાસ દરમ્યાન સાદી રેતી તથા સિલિકા સેન્ડનું બિન અધિકૃત વહન કરતા કુલ ૦૬ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જેમા જીજે-૦૩-બીઝેડ-૧૯૯૧ નંબરનું ડમ્પર જેના માલીક ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ (રહે.રાજકોટ), જીજે-૦૩-બીવી-૭૧૯૯ નંબરનું ડમ્પર જેના માલીક ધાંધલ રાજુભાઈ સુરીંગભાઈ (રહે. સુરેન્દ્રનગર), જીજે-૧૩-એડબલ્યુ-૯૯૬૭ નંબરનું ડમ્પર જેના માલીક ભાવેશભાઈ ધનજીભાઈ સોલંકી, જીજે-૧૩-એડબલ્યુ-૯૯૨૧ નંબરનું ડમ્પર જેના માલીક દેવાભાઈ સુરાભાઈ ખંભાળીયા (રહે. રાજકોટ), જીજે-૧૩-એક્ષ-૭૩૫૧ નંબરનું ડમ્પર જેના માલીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ (રહે. સુરેન્દ્રનગર) તથા જીજે-૦૩-બીઝેડ-૮૩૩૧ નંબરનું ડમ્પર જેના માલીક પટેલ કન્સલ્ટન્ટ (રહે. રાજકોટ) છે. જે તમામ વાહનોને ખનીજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરી સંતકૃપા સ્ટોન ક્રશર – ભલગામ ખાતે રાખવામાં આવ્યા છે. આમ કુલ અંદાજીત ૨ કરોડનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!