માળિયા મોરબી રોડ પર ખનીજ વિભાગનો છાપો: ચાઈનાકલે ખનીજ નું ગેરકાયદેસર વહન કરતા ૨ ડમ્પરો સહિત ૬૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો,ખનીજ માફીયાઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ચેકીંગ હાથ ધરતા ગેરકાયદેસર ચાઈના કેલ ખનીજ ની ગેરકાયદેસર વહન કરતાં ૨ ડમ્પર સહિત કુલ ૬૦ લાખથી થી વધુનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખાણ અને ખનીજ વિભાગ મોરબીના અધિકારી જે. એસ. વાઢેરની સુચના અન્વય તેમની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇસ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને રવિ કણસાગરા દ્વારા મોજે માળીયા-મોરબી રોડ ખાતેથી ડમ્પર નંબર GJ-36-V-1561ને મોરમ અને GJ-12-BV-8750 ને ચાઇનાં ક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ પકડી ઉક્ત બંને ડમ્પરોને સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હેતુ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સોંપેલ અંદાજીત ૬૦ લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રોયલ્ટી ઇન્સપેક્ટર,માઈન્સ સુપર વાઈઝર,તથા સર્વેયર ટીમ દ્વારા માળીયા મોરબી રોડ પર ચાઈનાકલે અને મહોરમ ગેરકાયદેસર રીતે ખનીજનુ બિન અધિકૃત ખન્ન કરતા ૨ ડમ્પર- નંબર GJ-36-V-1561 મોહોરમ અને GJ-12-BV-8750 ચાયનાકલે ખનીજના ગેરકાયદેસર વહન બદલ પકડી આગળની નિયમોનુસાર કાર્યવાહી હેતુ મોરબી પોલીસ સ્ટેશન ખાતે મુકેલ અંદાજિત મુદ્દામાલ 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખનીજ વિભાગની ટીમ એ સપાટો બોલાવતા ખનીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.60 લાખથી વધુ કિમતના વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.